અંતે હળવદ પંથકના ખેતરોમાં વીજ ટાવર નાખવાનું કામ અટકાવવાનો આદેશ આપતા મુખ્યમંત્રી

- text


જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને ટેલિફોનિક રજુઆત કરતા તુરંત જ કામ થોભાવી દેવાનો આદેશ છૂટ્યો

હળવદ : હળવદ પંથકના ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રવેશવા નહિ દઇ, ખેતરોમાં પાકનો સફાયો કરીને નખાતા વીજ ટાવર મામલે મુખ્યમંત્રીને જાણ થતા તેઓએ તુરંત જ કામ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. જેને પગલે હળવદ પંથકના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

હળવદ તાલુકાના નવા અમરાપર ગામે મામલતદારના પંચરોજકામ વગર જ ખેતરોમાં વીજ ટાવર નાખવાની કામગીરી કરી દેવાઈ હતી. આ વેળાએ પોલીસ દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રવેશવા દેવામાં આવતા ન હતા. સમગ્ર મામલે ખેડૂતોએ સ્થાનિક નેતાઓને રજુઆત કરી હતી. જેને પગલે સ્થાનિક નેતાઓએ હરકતમાં આવી આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.

- text

આ વીજ ટાવર પાવર ગ્રીડ કંપની દ્વારા લાકડીયાથી અમદાવાદ સુધી નખાતી 765 કે.વી વીજ લાઈનના જતા. જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી કનુભાઈ પટેલને ખેડૂતોને પડતી હાલાકી અંગે ટેલીફોનીક રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને ઊર્જામંત્રીએ મોરબી જીલ્લા કલેકટરને નવો જી.આર બહાર ન પડે ત્યાં સુધી કામ બંધ રાખવાની સૂચના આપેલ છે. તેવું જાણવા મળ્યું છે.

- text