બંધુનગર ગામ પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડો : ટ્રેકટર પલટી મારી ગયું

- text


મોરબી : બંધુનગર ગામ પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપરના જીવલેણ ખાડામાં આવી જતા એક ટ્રેકટર પલટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર ગામ પાસે વીર તેજાજી હોટેલ સામે સર્વિસ રોડ ઉપર મસમોટો ખાડો છે. ત્યાં પાણી ભરેલુ હોવાના કારણે આ ખાડો જીવલેણ સાબિત થાય તેમ છે. આજે અનેક વાહનો આ ખાડાનો ભોગ બન્યા છે. આ દરમિયાન એક ટ્રેકટર પણ ત્યાં પલટી મારી ગયું હોવાનો બનાવ બન્યો છે. ત્યાંરે તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text

- text