સફાઈ થતી નથી, પાણી આવતું નથી… તો વેરો શેનો ?

- text


તમામ નગરજનોનો વેરો માફ કરી દેવા જાગૃત નાગરિકની જિલ્લા કલેકટરને રજુઆત

મોરબી : મોરબી નગરપાલિકાને લગતા પ્રશ્નો દિવસે ને દિવસે ઘેરા બની રહ્યા છે. નગરપાલિકા વેરો તો ઉઘરાવે છે પણ શહેરમાં ઠેક ઠેકાણે ગંદકી જોવા મળી રહી છે. પાણી નિયમિત મળતું નથી. તેવામાં એક જાગૃત નાગરિક દ્વારા કલેકટરને તમામ નગરજનોનો પાણી અને સફાઈ વેરો માફ કરી દેવા રજુઆત કરવામાં આવી છે.

મોરબીની ચિચાં કંદોઈ શેરીમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા વિશાલ સેજપાલે જિલ્લા કલેકટર અને ધારાસભ્યને ઇમેઇલ મારફત રજુઆત કરી છે કે ઘણા વર્ષોથી મોરબી જાહેર જનતાના સામાન્ય પ્રશ્નો પણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ઉકેલી શકતા ના હોય અને મારા વિસ્તારની મોટાભાગની જગ્યા એ ગટર ઉભરાવાની, કચરાની, પાણી ન આવવાની અને ચોમાસામાં ગટરના પાણી દુકાન અને મકાનની અંદર આવવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે.

- text

હું એક જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે નગરપાલિકા પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડી હોય તેમ છતાં પણ નગરપાલિકાના તમામ અધિકારી અને કર્મચારીના પગાર સમયસર મળી જતાં હોય અને જવાબદાર અધિકારી કર્મચારી ઉપર પગલાં લ્યો.

નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકો અને મોરબીમાં સફાઈના નામે જે મોરબીજનો પાસેથી વેરા ઉઘરાવાય છે અને તેમ છતાં પણ મોરબીના પ્રજાજનોને ગંદકી અને રોડ રસ્તાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં માત્રને માત્ર નગરપાલિકા અને તેના અધિકારી અને કર્મચારી જવાબદાર છે. મોરબીજનોનો પાણી વેરો અને સફાઈ વરો માફ કરવામાં આવે તેવી માંગ છે.

- text