મોરબીના રફાળેશ્વરમાં કાર રીપેરીંગના રૂપિયા બાબતે ડખ્ખો : આઠ વિરુદ્ધ ફરિયાદ

- text


કાર રિપેરિંગનું બિલ વધારે આવતા રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર ગેરજે થયેલ ઝઘડો વકર્યો

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા યુવાને રીપેરીંગમાં આપેલ કારનું બિલ વધારે આવતા પાંચ દિવસ પહેલા મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ગેરજ ખાતે ઝઘડો થયા બાદ આ ઝઘડાનો ખાર રાખી ગેરેજ સંચાલકના કૌટુંબિક સગાઓએ યુવાનના ઘેર જઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ઝઘડો કરી યુવાનના માતા, પિતા અને બહેનને માર મારી એક્ટિવામાં નુકશાન કરતા એટ્રોસિટી એક્ટ મુજબ બનાવ અંગે અલગ અલગ બે ફરિયાદ નોંધાઈ છે.

ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર ખાતે આંબેડકર નગરમાં રહેતા મીનાબેન ગીરધરભાઇ વાઘેલાએ આરોપી (૧) સંજયભાઇ ગઢવી (૨) ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા (૩) રાજેશ કિશોરભાઇ સુમેસરા (૪) ભુરો કિશોરભાઇ સુમેસરા (૫) અજય જગદીશભાઇ ચૌહાણ (૬) પીન્ટુ પરમાર (૭) દીપો ગઢવી અને (૮) અજાણ્યા માણસો તેમજ તપાસમાં ખુલ્લે તે બધા રહે.રફાળેશ્વર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના દીકરા પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કારમાં નુકશાન થતા કારને વીમામાં રીપેરીંગ કરવા માટે આરોપી ભાવેશ ઉર્ફે કાલીના બનેવી સાણંદભાઇને આપેલ હતી. જે કાર રીપેર થઇ જતા વીમા કંપની તરફથી રૂપીયા ઓછા મળતા તે બાબતે સાણંદભાઇ સાથે વાત કરતા તેનો ખાર રાખી આરોપીઓએ પીસ્તોલ જેવા હથીયાર લઇ આવી, લાકડાના ધોકા, છરી, ધારીયા, લોખંડના પાઇપ જેવા હથીયાર સાથે છેડતી કરી જમણા પગના ઢીચણ પાસે છરી મારી તથા ડાબા હાથાના બાવળે સામાન્ય ઇજા કરી સાહેદ મનહરભાઇને વાંસાના ભાગે ઇજા કરી હતી તેમજ સાહેદ ગીરધરભાઇને રીવોલ્વર જેવુ હથીયાર બતાવી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મીનાબેનની દીકરી રાધાબેન બચાવવા વચ્ચે પડતા તેને પણ ઇજા પહોંચાડી એક્ટિવામાં નુકશાન કર્યું હતું.

- text

આ ઉપરાંત મીનાબેનના પુત્ર પારસભાઇ ગીરધરભાઇ વાઘેલાએ રાજકોટ મોરબી હાઇવે અજંતા સામે આવેલા ગેરજના સંચાલક સારંગભાઇ ગઢવી વિરુદ્ધ પોતાની ક્રેટા કાર નં. GJ 36 AJ 2859 વાળી રીપેરીંગ માટે આપેલ હોય જેના રૂપીયા બીલ કરતા વધારે આ કામના આરોપીએ લઇ લીધેલ હોય તે ફરીયાદીને જાણ થતા ગત તા.19ના રોજ ગેરેજ ખાતે વધારાના રૂપીયા બાબતે વાત કરવા જતા સારંગભાઈએ ઉશ્કેરાઇ જઇ પારસને જેમ ફાવે તે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text