મોરબીના શિક્ષકને સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા

- text


રમકડાં દ્વારા શિક્ષણ આપનાર વિજયભાઈ દલસાાણીયાને એનાયત કરાયો સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ

મોરબી : ‘રમકડા દ્વારા શિક્ષણ’ એ વિષય પર વિશેષ કામગીરી કરવા બદલ મોરબી જિલ્લામાંથી વિજયભાઈ દલસાણીયાની સાંદીપનિ ગુરુ ગૌરવ’ પસંદગી કરવામાં આવી હતી. આ દરમ્યાન ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવીને તેમણે મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ એવોર્ડ મળવા બદલ સૌએ વિજયભાઈ દલસાણીયાને અભિનંદન પાઠવ્યા હતા. વિજયભાઈ શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના કામગીરીઓ કરી છે. તેમણે શિક્ષણના દરેક ક્ષેત્રમાં વિવિધતા સભર કામ કર્યું છે. તેઓ બાળકોને રમકડા જેવા શૈક્ષણિક સાધનોની મદદથી આનંદમય અભિવ્યક્તિ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. આ ક્ષેત્રમાં રમકડા મેળામાં તેમની કૃતિ ‘ફરતી પેન્સિલ’નામનું રમકડું નેશનલ કક્ષાએ પસંદ થયું હતું. તેમના આ રમકડાનો ઉદ્દેશ રમકડા સસ્તા બનવાની સાથે બાળકો પૃથ્વી વિશે, સૂર્ય, રાત-દિવસ અને ચુંબક વિશેની માહિતી ખૂબ જ આનંદમય રીતે સમજી જાય એ પણ એનો મુખ્ય ઉદેશ હતો.

અત્યાર સુધીમાં તેઓને ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયા છે. અત્યાર સુધીમાં બાળકોને 900 જેટલી પ્રવૃત્તિઓ કરાવી છે. તેઓ એક એવા શિક્ષક છે જેઓ કલર પણ જરૂર પડે તો જાતે કરી નાખે, પેન્ટિંગ પણ જાતે કરે, રજાના ‌દિવસે પણ શાળાએ હોય. વિજયભાઈને આ સન્માન પ્રાપ્ત થતાં તેમને‌ 56મું સન્માન થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આ તકે તેમણે સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદરનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે આ કાર્યમાં મદદરૂપ થનાર તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

- text

મહત્વનું છે કે, દર વર્ષે સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરી તેમને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ’આપી સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે એક વિષયમાં વિશિષ્ટ રીતે કામગીરી કરેલ શિક્ષકને પસંદ કરી તેમને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

- text