મોરબીના લાયન્સનગરમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી

- text


પાણી ભરાયા બાદ ખુલ્લી ગટર ન દેખાતી હોય વાહનચાલકો તથા રાહદારીઓ ઉપર જીવનું જોખમ

મોરબી : મોરબીના લાયન્સનગરમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. પાણી ભરાયા બાદ ખુલ્લી ગટર ન દેખાતી હોય વાહનચાલકો તથા રાહદારીઓ ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાયન્સનગરમાં છેલ્લા 3 દિવસથી ખુલ્લી ગટરના કારણે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. અહીં પાણી ભરાઈ જતા હોય ખુલ્લી ગટર ન દેખાવાને કારણે જાનહાની સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે.સાવધાની માટે લોકોએ ડબ્બા સાથે પથ્થરો પણ મુક્યા છતાં રાત્રે પાણી ભરાઈ રહેતા હોય ધ્યાને ન આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

આજે સીએનજી રિક્ષા ગટરમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ મહામહેનેત બહાર કાઢી. આ અંગે નગરપાલિકાને જાણ કરવા છતા પણ કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા હજુ પણ અનેક અકસ્માત થવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

- text