ટંકારાનો બંગાવડી ડેમ 80% ભરાતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

- text


ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલા બંગાવડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બંગાવડી ડેમ હાલ 80 ટકા ભરાઈ ગયો છે. ત્યારે હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા બંગાવડી સિંચાઇ યોજના સેક્શન ઓફિસર દ્વારા સૂચન અપાયું છે.

ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલો બંગાવડી ડેમ 80% ભરાઈ ગયો છે. ત્યારે આ દરમ્યાન ટંકારા તાલુકાના બંગાવડી અને જોડિયા તાલુકાના ટીંબડી અને રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ માલ મિલકત અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

- text

- text