મોરબી ફૂટબોલ એસોસિએશનની ત્રણ મહિલા ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પસંદગી

- text


સબ જુનિયર બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં મોરબીની બહેનોએ ડંકો વગાડ્યો

મોરબી : ગુજરાત ફૂટબોલ એસોસિએશનની તા. 20 જુલાઈથી પાટણ ખાતે સબ જુનિયર બહેનોની ફૂટબોલ સ્પર્ધા શરૂ થઈ છે. જેમાં મોરબી ફૂટબોલ એસોસિએશનની ટીમે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગ લીધો હતો. જેમાં સારો દેખાવ કરવા બદલ મોરબીની ટીમમાંથી ત્રણ મહિલા ખેલાડીઓની ગુજરાત ફૂટબોલ ટીમમાં પસંદગી થઈ છે.

પાટણ ખાતે યોજાયેલી સ્પર્ધાની વાત કરીએ તો, મોરબી જિલ્લાની ટીમના પુલમાં ગુજરાત રાજ્યની અન્ય 3 જિલ્લાની ટીમો પણ હતી. જેમાં મોરબીની બહેનોની ટીમે 2 મેચો ખૂબ જ સારા ગોલ માર્જિનથી જીતી ગુજરાત ફૂટબોલ બહેનોમાં ડંકો વગાડ્યો છે. મોરબી જિલ્લાની 3 મેચમાંથી અનુક્રમે પહેલો મેચ નર્મદા ટીમ સામે 16-00 ગોલથી બીજી મેચ બનાસકાંઠા સામે 00-04 તેમજ અંતિમ મેચ મહીસાગર ટીમ સામે 10-00 એમ કુલ 3માંથી 2 મેચ જીતી મોરબી જિલ્લાની ફૂટબોલ ટીમે ડંકો વગાડ્યો છે. જો કે મોરબીની ટીમ એક મેચ હારી જતાં સેમિફાઈનલમાં પહોંચી ન હતી. જો કે સારા દેખાવના કારણે મોરબી જિલ્લાની 3 મહિલા ખેલાડીઓને ગુજરાત સબ જુનિયર બહેનોની ટીમમાં સ્થાન મળ્યું છે. જેમાં રીન્કલ વાજા, રીયા વલવાઈ, પાયલને ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની ટીમના ખેલાડીઓમાં રીન્કલ વાજા, રીના કલાડીયા, રીયા વલવાઈ, ભાવના ગવાડીયા, હીના માલમ, માનસી દુધરેજીયા, પાયલ, અંજલી વાજા, નૈના બામ્બણીયા, આરતી બાવરીયા, પ્રાર્થના ડાંગર, આયુષી ડાંગર, કિરણબા ચૌહાણ, નિશા જોરા સાથે ટીમ મેનેજરમાં આશિષ વસાવા અને ટીમ કોચની ભૂમિકામાં ધરતી કૈલા સાથે હતા.

- text

મોરબી ફૂટબોલને આગળ વધારવા મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવેનભાઈ રબારી, સેક્રેટરી જીતુભાઈ રબારી અને ફૂટબોલ કોચ મુસ્તાક સુમરા, અભિનાશ દુબે અને આશિષ વસાવા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text