મોરબી તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાની ટીમ વિજેતા

- text


મોરબી : મોરબી તાલુકા કક્ષાના રમતોત્સવમાં કબડ્ડીની સ્પર્ધામાં રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાની ટીમ વિજેતા થઈ છે.

આજ રોજ મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવનું આયોજન નવજીવન વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડી સ્પર્ધામાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળા અને વિનય ઇન્ટરનેશનલ વચ્ચે ટક્કર થઈ હતી. ફાઈલમાં રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળા વિજેતા થઈ હતી. આ જીત બદલ મોરબી જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી એલ. વી. લાવડિયા અને શાળાના આચાર્ય પી.જી. ઉકાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

- text

- text