ટંકારા, વાંકાનેર અને માળિયા (મિ.) પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે : ગૃહ વિભાગની લીલીઝંડી 

- text


મોરબીના આમરણ અને માળિયાના નવલખી તથા વવાણીયા આઉટ પોસ્ટની જવાબદારી હેડ કોન્સ્ટેબલને બદલે એએસઆઈ સંભાળશે 

મોરબી : ટંકારા, વાંકાનેર અને માળિયા (મિ.) પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે લીલીઝંડી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં 200 બિન હથિયારી પીઆઇ, 300 બિન હથિયારી પીએસઆઈ, 280 બિન હથિયારી એએસઆઈ, 94 હથિયારી એએસઆઈ મળી કુલ 874 જગ્યા ઉમેરવા માટે 69 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text

આ જે જગ્યાઓ ઉમેરવામાં આવી છે. તેમાંથી ત્રણ પીઆઈને મોરબી જિલ્લામાં મુકવામાં આવશે. તેઓને ટંકારા, વાંકાનેર અને માળિયા પોલીસ સ્ટેશનનું સુકાન સોંપવામાં આવશે. અત્યાર સુધી આ પોલીસ મથકોનું સુકાન પીએસઆઈ કક્ષાના અધિકારી સંભાળી રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લાને 5 પીએસઆઈ પણ મળશે. સાથે ત્રણ એએસઆઈ પણ આપવામાં આવશે. મોરબીના આમરણ તેમજ માળિયાના નવલખી અને વવાણીયા આઉટ પોસ્ટમાં જ્યાં અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલને જવાબદારી સોંપવામાં આવતી હતી ત્યાં હવે એએસઆઈને જવાબદારી સોપાશે.

- text