વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની ચૂંટણીમાં ડખ્ખા અંગે ગુન્હો નોંધાયો

- text


એક પક્ષે ગાડી સળગાવી દીધાની તો બીજા પક્ષે ચૂંટણીના વેરઝેરમાં માર મારવા અંગે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સહકારી મંડળીના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી સમયે બે જૂથ સામસામા આવી જતા એક જૂથે બહારથી માણસો બોલાવી હુમલો કરાયાની તો બીજા પક્ષે કાર સળગાવી દેવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ગત તા.22ના રોજ મેસરીયા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હોય પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ બે જૂથ સામસામે આવી જતા બઘડાટી બોલી ગઈ હતી આ ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી દેવકુભાઇ જગુભાઇ ધાધલ, રહે.મેસરીયા ગામ વાળાએ આરોપી (૧) હિરૂબેન ધીરૂભાઇ રાઠોડ (ર) રોહીતભાઇ ભગાભાઇ સાંકળીયા (૩) વનરાજભાઇ ધીરૂભાઇ રાઠોડ (૪) ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ (પ) રમેશભાઇ ઉર્ફે ખડો બાબુભાઇ ભુસડીયા (૬) પ્રકાશભાઇ તેજાભાઇ સાકરીયા અને (૭) વિનુભાઇ કેશાભાઇ ભુસડીયા રે.બધા મેસરીયા તા.વાંકાનેર વાળાઓ વિરુદ્ધ મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદના વરણીની મીટીંગમાં મતદાન બાબતેના મનદુ:ખના કારણે મારામારીના બનાવનો ખાર રાખી તેમનીચાર લાખની કિંમતની સ્વીફ્ટ કાર નંબર જીજે-૧૩.એ.એમ.-૮૮૫૨ વાળીમાં પથ્થરથી તોડફોડ કરી ગાડી સળગાવી દેવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે અશ્વીનભાઇ ધીરૂભાઇ રાઠોડ રે.મેસરીયા ગામ વાળાએ આરોપી (૧)શીવકુભાઇ દાદભાઇ ખાચર અને (૨) બાબભાઇ કથુભાઇ કાઠી રે.મેસરીયા તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પિતા ધીરુભાઇ મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદના ઉમેદવાર હોય પ્રમુખ તથા ઉપપ્રમુખ ની વરણી કરવા માટેની મીટીંગ મળેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી બન્ને આરોપીઓએ અજાણ્યા માણસોને નંબર વગરની બોલેરો કારમાં બોલાવ્ય હતા અને અજાણ્યા માણસોએ છરી તથા પાઇપ વડે અશ્વિનભાઈ તેમજ સાહેદ કેસાભાઇ ગોવીંદભાઇ ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

- text