હાશ ! આગામી મહિનાથી મોરબી નગરપાલિકા પ્રજાના પ્રશ્નો સાંભળશે

- text


મોરબી : મોરબી નગરપાલિકા સુપરસીડ થયેલી હોય છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે મોરબી શહેરના પ્રજાજનોના અનેક પ્રશ્નો અધ્ધરતાલ છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે નગરપાલિકામાં કોઈ જવાબદાર હાજર ન હોવાથી લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આખરે હવે નગરપાલિકાએ ફરિયાદો/પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ કરવા માટે નિર્ણય લીધો છે.

- text

મોરબી નગરપાલિકાને લગતી ફરિયાદો/પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ માટે નગરપાલિકા કચેરી ખાતે આગામી માસમાં દર મંગળવારે સવારે 10-30 થી 12-30 સુધી ચીફ ઓફિસર તથા કલેક્ટર હાજર રહેશે. દર બુધવારે સવારે 10-30 થી 12-30 સુધી વહીવટદાર હાજર રહેશે. દર શુક્રવારે બપોરે 4 થી 6 વાગ્યા સુધી ચીફ ઓફિસર તથા ધારાસભ્ય હાજર રહેશે અને દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે 4 થી 6 વાગ્યા સુધી ચીફ ઓફિસર હાજર રહેશે.

- text