મોરબીમાં ભાગીને લગ્ન કરવાની જીદ કરતી 16 વર્ષની દીકરીનું સફળ કાઉન્સેલિંગ કરતી અભયમ ટિમ

- text


મોરબી : મોરબીમાં 16 વર્ષની નાની વયે ભાગીને લગ્ન કરવાની જીદ પકડેલી સગીરાનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી તેને આવુ ન કરવા માટે સમજાવ્યું હતું. ઉપરાંત બીજી તરફ પરિવારને પણ આ સગીરાની કારકિર્દી ઉપર ધ્યાન આપવા માટે સમજાવવામાં આવ્યું હતું.

બનાવની વિગત જોઈએ તો મોરબી શહેરમાં ગઈકાલે તા.23ના એક સગીરાના ભાઈનો અભયમ પર કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ કે મારી બહેનના કાઉન્સિલિંગ માટે મદદની જરૂર છે. 181 પર કોલ મળતા જ અભયમ ટીમ તેમની મદદ માટે રવાના થયેલ હતી. જેમા સ્થળ પર પહોંચી પહેલા તો સગીરાના ભાઈ પાસેથી સગીરા વિશેની વાત જાણી ત્યારબાદ સગીરાનુ કાઉન્સિલિંગ કરેલ પરંતુ પહેલા તો તેઓ કશુ જ બોલતા નહોતા. ત્યારબાદ ટીમ દ્વારા સગીરાને વિશ્વાસ અપાવી વધુ કાઉન્સેલિંગ કરેલ અને તેમની સમસ્યા જાણી જેમાં તેમણે જણાવેલ કે તેમની ઉંમર 16 વર્ષ છે અને તે એક વર્ષથી એક યુવકને પ્રેમ કરે છે તે વ્યક્તિની ઉંમર વર્ષ 23 છે જેમાં એ યુવક મૂળ ઓડિશા રાજ્યમાથી મોરબી કામ કરવાના અર્થએ આવેલ અને બંનેને એક બીજા સાથે પ્રેમ થયેલ છે.

- text

ઘરના સદસ્યોને આ પ્રેમ પ્રકરણની જાણના હોય સગીરાના માતાએ તેને જણાવેલ કે મને જોવા માટે છોકરો આવશે. માતાએ જણાવેલ એક બીજાને પસંદ આવે તો સગપણ નક્કી કરશું. ત્યારબાદ 18 વર્ષ પછી લગ્ન કરાવશે.

જેથી સગીરાએ મનમા છૂપાવેલી વાત માતાને જણાવેલ કે હું જે યુવકને પ્રેમ કરું છું તેની સાથે ભાગી જઈશ. જેથી ઘરના સદસ્યોને પ્રેમ પ્રકરણની જાણ થયેલ હતી. ભાઈએ સમજાવવા માટે 181 મા કોલ કરેલ હતો. 181 ટીમ દ્વારા સગીરા તથા તેમના પરિવારને સમજાવેલ કે હાલ સગીરાની ઉંમર નાની હોવાના કારણે તે લગ્ન કાયદાકીય રીતે ના કરી શકે અને હાલ સગીરાને તેમની કારકિર્દી બનાવવા જણાવેલ તથા સગીરાના માતાએ એ જણાવેલ મારી દીકરી 18 વર્ષ ની થશે પછી તેને પસંદ આવશે એ વ્યક્તિ સાથે લગ્ન કરી આપશે. બાદમાં સગીરાએ ભાગીને લગ્ન કરવાની જીદ છોડી દીધેલ હતી. જેથી ઘરના સદસ્યો એ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

- text