હળવદમાં ઓનલાઇન ફ્રોડનો પ્રયાસ નિષ્ફળ, ફરિયાદ નોંધવા પોલીસને અરજી

- text


હળવદ : હળવદના નાગરિક સાથે ઓનલાઈન ફ્રોડ થતા સહેજમાં અટક્યું છે. ત્યારે બીજા કોઈ નાગરિક તેનો ભોગ ન બને તે માટે તેને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે.

હળવદમાં રહેતા પાર્થ માનસેતા નામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને અરજીમાં જણાવાયુ છે કે, 6 જુલાઈના રોજ ધર્મેશભાઈ ઠક્કરના વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને તેમને એલઆઈસીના એજન્ટ તરીકેની પોતાની ઓળખ આપી હતી. આ વ્યક્તિએ ફરિયાદીને માતા પાસે ફોનમાં પાસબૂકની ડિટેઈલ, માહિતી મેળવવા અને આધાર કાર્ડ ઓટીપી મેળવવા પ્રયાસ કર્યો હતો. ફોનમાં વ્યક્તિએ બચતની થાપણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા વિગત માંગી હતી. પરંતુ આ કોઈ ફ્રોડ હોવાની આશંકા સેવતા કોઈ ડિટેઈલ આપવામાં આવી ન હતી. અને સમય રહેતા આ વ્યક્તિના સકંજામાં આવતા બચી ગયા હતા. ત્યારે અન્ય કોઈ વ્યક્તિ આવી લાલચમાં છેતરાઈ નહીં તે માટે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- text

- text