આગ લાગે તો શું કરવું ? ફાયર વિભાગની ટિમે 14 સંસ્થાઓમાં જઈને આપ્યું ડેમોસ્ટ્રેશન

- text


1363થી વધુ હોટલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર અંગેની ટ્રેનિંગ આપવામાં આવી 

મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર 14 જેટલી સંસ્થાઓમાં 1363થી વધુ લોકોને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી છે.

બ્લોસ્સમ પ્રાઇમરી સ્કૂલ રવાપર ઘુંનડા રોડ, સયાજી હોટલ સ્ટાફ લાલપુર, સ્માઈલ કીડ્સ પ્લે હાઉસ મુનનગર, સત્વ ડેકોર એલએલપી કંપનીમાં રવાપર નદી રોડ, સમર્પણ લેમીનેટ કંપનીમાં રાજપર રોડ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય કલ્યાણગામ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ શ્રી કંકેશ્વરી દેવી ખોખરા હનુમાન, વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફ, પોલીસ હેડ ક્વાર્ટર મકનસર સ્ટુડન્ટ પોલીસ કેડેટ જુનિયર તથા સિનિયર, વાંકાનેર ટોલ પ્લાઝા, સમર્પણ હોસ્પિટલ મહેન્દ્રનગર ચોકડી, કલબ 36 સ્ટાફ લજાઈ, તાલુકા શાળા નંબર 1 મણી મંદિર પાસે, આંબાવાડી તાલુકા શાળા ઉમિયા સર્કલ પાસે ગીતાસ્કૂલની સામે સહિતની સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કુલ 13643થી વધુ હોટલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ તેમના સ્થળ પર જઇને આપવામાં આવી હતી. ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું કે જે વડોદરા જે હરણી તળાવમાં બાળકો ડૂબીજવાની ઘટના બનેલ જો તેમાં બધાં વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકોનો જીવ બચી જાત.

આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ હતું. તેમજઅગ્નિશામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો રાખેલ હતો.

- text

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) તથા લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪)નો સંપર્ક કરવો.

- text