જોધપર નદીની એમ.પી પટેલ બી.એડ કોલેજમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

- text


મોરબી : શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત જોધપર (નદી) ખાતે આવેલી એમ.પી પટેલ બી.એડ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા બી.કોમ.ના વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં વૃક્ષ વાવીને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો.

- text

વુક્ષારોપણના અનુસંધાને વિદ્યાર્થીઓને પર્યાવરણ કઇ રીતે બચાવવું? તથા માત્ર 1 વૃક્ષ આપણા જીવનમાં કેટલો મહત્વનો ફાળો આપે છે ? તે બાબતે વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા. કોલેજ જીવનમાં પ્રથમ દિવસ યાદગાર બની રહે એ માટે વિદ્યાર્થી હસ્તક 200 વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોલેજ સ્ટાફ તેમજ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખુબ આગળ વધે અને ઉજ્જ્વળ કારકિર્દી બનાવે એવી શુભકામનાઓ પાઠવીને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

- text