મોરબીના ટીંબડી ગામે શ્રીહરી સોસાયટીમાં પાણી ન મળતું હોવાની કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામે અને ગામની શ્રી હરી સોસાયટીમાં પાણી પહોંચતું ન હોવાને લઈને ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે, ટીંબડી ગામે અને શ્રી હરી સોસાયટીમાં જે પાણી આવી રહ્યું છે તે તેની લાઈન નજરબાગથી આવે છે. જેમાં વચ્ચે ઉમા ટાઉનશિપ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, શિવ સોસાયટી, આદર્શ સોસાયટી, લાભ સોસાયટી, શુભ સોસાયટી, મફતીયાપરા સહિતની સોસાયટીએ કનેક્શન કરેલા છે. આ લાઈન ટીંબડી અને ધરમપુરની લાઈન છે. આ લાઈનમાંથી ઉપરોક્ત સોસાયટીના લોકોએ બીન કાયદેસર કનેક્શન કરેલા છે. ટીંબડી ગામ છેવાડાનું ગામ હોવાથી શ્રી હરી સોસાયટી, ગણેશનગર સુધી પાણી પહોંચી શકે તેમ નથી. તેથી જો બાયપાસથી જે પાણીનો સંપ છે તેમાંથી ટીંબડી સુધી પાણીની નવી લાઈન નાખી આપવામાં આવે તો ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. આ અંગે પાણી પુરવઠા બોર્ડમાં લેખિત અરજી આપવામાં આવી છે. તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. તેથી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી પાણીનો પ્રશ્ન હલ કરવા જણાવાયું છે.

- text

- text