મોરબી નજીક ટેન્કરમાંથી ફિનોલ કેમિકલની ચોરીનો પર્દાફાશ કરતી પોલીસ

- text


મહારાષ્ટ્ર પાસીંગના બે ટેન્કરમાંથી કેમિકલની ચોરી વખતે જ એલસીબી ટીમે દરોડો પાડતા ચાર પકડાયા : 64,82,750નો મુદામાલ કબ્જે

મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ ચોરી, લોખંડ ચોરી, કોલસા ચોરી, ગેસ ચોરી અને ડીઝલ ચોરીની ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે આજે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર એ પંજાબ હોટલ નજીકથી મેલ્ટોન ફિનોલ નામના કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી લઈ ચાર આરોપીઓની રૂપિયા 64,82,750નો મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમને મળેલ બાતમી આધારે બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ હોટલ શેર એ પંજાબ હોટલ નજીક ખુલ્લા મેદાનમાં બાતમીને આધારે દરોડો પાડી ટેન્કર નંબર એમએચ 46 બીબી 6987 અને ટેન્કર નંબર એમએચ 46 બીબી 7140 માંથી મેલ્ટોન ફિનોલ નામનું કેમિકલ ચોરી કરી રહેલા આરોપી ટેન્કર ચાલક મહેતાબખાન મહંમદગુલહશન ખાન,રહે.દહેલામવ, ઉત્તરપ્રદેશ અને અબ્દુલકમાલખાન જમાલુદ્દીનખાન રહે. નરસીગઢ, ઉત્તરપ્રદેશ વાળાઓને આરોપી કૌશિક વજુભા હુંબલ રહે. રામપર મોરબી અને હરેશ સાદુર હુંબલ રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળા સાથે મળી ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ટેન્કરના ઉપરના ઢાંકણાઓ ખોલીને પાઇપ અને પંપ વડે ટાટા યોદ્ધા વાહન નંબર જીજે 36 વી 8652 રાખવામાં આવેલા પતરાના બેરલમાં ચોરેલું કેમિકલ ભરતા હોય પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 35 લાખની કિંમતના ત્રણ વાહન તેમજ રૂપિયા 29.52 લાખનું કેમિકલ, તેમજ 4000 હજારની કિંમતના મોબાઇલ ફોન મળીને કુલ 64,82,750 નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text