મોરબી જિલ્લામાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી

- text


મોરબી : મોરબી જીલ્લામાં આગામી કાલે તા.૨૪થી તા.૨૮ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તા.૨૪ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં ખુબ ભારે વરસાદ અને તા.૨૫ થી ૨૮ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત આજે મંગળવારે પણ અતિભારે વરસાદની શકયતા છે. તેવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આગાહી જાહેર કરી છે.

તેમાં જણાવાયું છે કે આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન ૩૨-૩૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૦-૮૪ અને ૫૯-૭૪ ટકા રહેશે.પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૭ થી ૩૬ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

તા.૨૩/૦૭/૨૦૨૪ : સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, કચ્છ અને દ્વારકા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદની અને સુરેન્દ્રનગર જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવ જિલ્લાઓમાં અથગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

તા.૨૪/૦૭/૨૦૨૪ : સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદની અને રાજકોટ જામનગર, ગીરસોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

- text

તા.૨૫/૦૭/૨૦૨૪ : સૌરાષ્ટ્રના પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને રાજકોટ, જામનગર, અમરેલી ભાવનગર, દ્વારકા, ગીરસોમનાથ અને દીવ જિલ્લામોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

તા.૨૬/૦૭/૨૦૨૪ : સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

તા.૨૭/૦૭/૨૦૨૪ : સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે


- text