ટંકારાની કન્યા શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

- text


 

ટંકારા : ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ટંકારા તાલુકાની કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ટંકારાના પીએસઆઈ એમ. જે. ધાધલએ વિશેષ હાજર રહી તાલીમાર્થીઓને યોગ કરીને પ્રેક્ટીકલ નૌલી ક્રિયા, મયુરચાલ મયૂરઆસન જેમાં કઠિન આસન કરીને બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલીમ લઈ રહેલા યોગ તાલીમાર્થી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા ફિરોજખાન પઠાણે વૃક્ષારોપણના વૃક્ષો તથા નાસ્તાના આયોજન કર્યું હતું. આ યોગ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અતંર્ગત નિઃશુલ્ક 2 મહિના સુધી આપવામાં આવી રહેલી છે. યોગ વર્ગમાં તાલીમ લઈ રહેલ યોગ ટ્રેનર તાલિમ બાદ નિઃશુલ્ક યોગ વર્ગ ખોલશે. અને લોકોને સ્વસ્થ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે. કક્ષા લેનારને યોગ બોર્ડ દ્વારા માનદ વેતન મળવા પાત્ર હોઈ છે. ગુજરાતમાં હાલ 1 લાખ યોગ ટ્રેનર યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીની આગેવાની દ્વારા તાલીમ પૂર્ણ કરી ચૂક્યા છે તેમનું લક્ષ્ય ગુજરાતને યોગમય બનાવવાનો છે.

- text

- text