મોરબી ફૂટબોલ એસો.ની ટીમે ગુજરાત ટુર્નામેન્ટમાં લીધો ભાગ 

- text


મોરબી : ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ ખાતે સબ જુનિયર ભાઈઓની સ્પર્ધા ચાલી રહી છે. તેમા ગુજરાતની મોરબી જિલ્લા સહિતની કુલ ૩૩ ટીમોએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લાના પુલમાં મોરબી ટીમ સાથે અમરેલી અને તાપીની ટીમો હતી, જેમા બન્ને ટીમો સામે મેચ રમતા મોરબીની ટીમ એ અનુક્રમે ૧૪-૦૨ અને ૧૦-૦૧ થી હારનો સામનો કરવો પડયો હતો.

મોરબીની ટીમમા પૂર્વાન્ગ સોરીયા, તન્મય અમૃતિયા, જેનીલ જરુ, રાધવ નાયર, દલસાણીયા જોહન (કેપ્ટન), સોની બીનોદ, ડાંગર પ્રેમ, યુવલ દેસાઈ, ભાડજા દર્શીલ, સાદરીયા આર્યન, વિરમગામા શિવમ, મકાસણા શ્રેય, ગોઠી હસીત, નથવાણી દૈવીક, સાણજા વીર, ગામી વીર, નાખવા યુવરાજ, કાન્જીયા વેદાંત અને સંધાણી રાધેએ ઉત્સાહભેર ભાગ લઈ મોરબીનું ગૌરવ વધાર્યું હતું.

- text

આ ખેલાડીઓએ મોરબીની અલગ અલગ શાળામાથી પસંદગી પામી મોરબીની ટીમ સાથે રાજકોટ ખાતે સ્પર્ધામા ભાગ લીધો હતો. ભવિષ્યમાં જો મોરબીના ખેલાડીઓ રેગ્યુલર પ્રેક્ટિસ કરશે. તો ભવિષ્યમાં મોરબીની ટીમ પણ ગુજરાત ફૂટબોલમા નામ નોધાવશે તેવુ સેક્રેટરી જીતુભાઈ રબારી એ જણાવ્યું હતુ. મોરબી ખાતે રવાપર – ધૂનડા રોડ પર સોકર સ્ટાર ફૂટબોલ એકેડમી સક્રિય છે જેમા અભિનાશ દુબે અને મુસ્તાકભાઈ કોચિંગ આપી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text