મોરબી સહિત રાજ્યભરમાં લેન્ડ રેકર્ડ કર્મચારીઓની હડતાળ

- text


31મી સુધી પેનડાઉન, 1લી ઓગસ્ટથી અચોક્કસ મુદત

મોરબી : મોરબી સહિત રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 અને સીટી સર્વે કચેરીના કર્મચારીઓ દ્વારા સોમવાર તા.22થી 31 જુલાઈ સુધી પેનડાઉન કરી દેતા રાજકોટમાં અનેક વકીલો અને અરજદારોના દસ્તાવેજ સહિતના કામોને માઠી અસર થઇ હતી, સાથે જ પડતર પ્રશ્નોને લઈ હડતાળ ઉપર ઉતરેલા કર્મચારી મંડળ દ્વારા આગામી તા.31 સુધીમાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે.

ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના બાકી પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ કરવામાં ન આવતા સોમવારથી આગામી તા.31 ઓગસ્ટ સુધી રાજ્ય ભરની લેન્ડ રેકર્ડ અને સીટી સર્વે પેનડાઉન હડતાલ શરૂ કરતા હજારો કર્મચારીઓએ મંડળના આદેશ મુજબ પેનડાઉન હડતાળમાં જોડાતા મોરબીમાં વકીલો અને અરજદારોને હડતાળના પ્રથમ દિવસે જ હેરાન થવાનો વારો આવ્યો હતો,

- text

વધુમાં ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા જો સરકાર દ્વારા પેનડાઉન હડતાળ બાદ પણ બાકી પડતર પ્રશ્નો નિકાલ ન નહીં કરવામાં આવે તો આગામી તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જવા જાહેર કર્યું છે સાથે જ વર્ગ-3ના તમામ કર્મચારીઓને હડતાળ દરમિયાન કચેરીનું કામ નહીં કરવા અને મંડળના આદેશનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text