વાંકાનેરના મેસરિયા ગામે સહકારી મંડળીની ચૂંટણી લોહિયાળ બની, કાર સળગાવાઈ

- text


બે જૂથ સામસામે આવી જતા બે ઘાયલ, સારવાર માટે રાજકોટ ખસેડાયા

મોરબી : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીના વેરઝેરમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી સાથે જ એક કાર સળગાવી નાખવામાં આવતા મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે રવાના થઈ છે. બીજી તરફ ચૂંટણીના ડખ્ખાની જાણ થતા વાંકાનેર પોલીસ કાફલો મેસરિયા ગામે રવાના થયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીના મનદુઃખમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થતા બે વ્યક્તિઓને ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતો. સાથે જ હાથોહાથની હથિયાર સાથેની મારમારી બાદ એક કાર સળગાવી નાખવામાં આવતા મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે રવાના થઈ હતી.

- text

બીજી તરફ ચૂંટણીના ડખ્ખાની જાણ થતા વાંકાનેર પોલીસ કાફલો હાલમાં મેસરિયા ગામે રવાના થયો છે. જો કે, હજુ સુધી સહકારી મંડળીના આ ડખ્ખા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

- text