શકત શનાળામાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જન જાગૃતિ રેલી નીકળી

- text


મોરબી : શકત શનાળા ગ્રામ પંચાયત અને આયુષ્યમાન આરોગ્ય મંદિર તથા શકત શનાળા પ્રાથમિક શાળા દ્વારા ચાંદીપુરા વાયરસ અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જન જાગૃતિ રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા ને વેલકમ ગંદકીને બાયબાય , આપણું ગામ સ્વચ્છ ગામ, આપણી શાળા સ્વચ્છ શાળા જેવા નારા તથા સ્વચ્છતાને લગતા સૂત્રો બોલાવવામાં આવ્યા તેમજ ચાંદીપુરા વાયરસ (સેન્ડ ફ્લાય) કઈ જગ્યાએ રહે, તેની ઉત્પતિ, તેના દ્વારા ફેલાતા રોગો, તેના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયોના પ્લે કાર્ડ અને બેનર હાથમાં લઈ જન જાગૃતિ માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ જન જાગૃતિ રેલીમાં ગ્રામ પંચાયતના હોદેદારો, આયુષ્યમાન આરોગ્ય મંદિરના ડૉ.ધારાબેન ભોરણીયા તથા આરોગ્યવર્કર બહેનો,પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ – બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર જન જાગૃતિ રેલીમાં ઉપયોગમાં લીધેલ પ્લેકાર્ડ અને બેનર ગામના જાગ્રત અને સેવાભાવી નાગરિક હરેશભાઈ આનંદજીભાઈ કાંજીયા તરફથી પૂરા પાડવામાં આવ્યા હતા.

- text

- text