- text
મોરબી : આજે ગૌરીવ્રત એટલે કે મોળાવ્રતનો છેલ્લો દિવસ છે. આજે મોરબીમાં બાળાઓએ 5 દિવસ મોળું ખાઈને ગોરમાનું પૂજન અર્ચન કર્યું હતું. આજે મોળાવ્રતનો છેલ્લો દિવસ હોવાથી દિવસમાં બે વખત ગોરમાનું પૂજન કરવાનું હોય છે. અને બાળાઓ રાત્રીના 12 વાગ્યા સુધી જાગરણ કરશે.
મહત્વનું છે કે, દેવપોઢી અગિયારસ એટલે કે અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો હતો. જેનો આજે છેલ્લો દિવસ છે. આ દરમ્યાન 7 થી 12 વર્ષની બાળાઓ દ્વારા 5 દિવસ મોળું ખાઈને ગોરમાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. અંતિમ દિવસે 2 વખત પૂજા કરવામાં આવે છે. અને રાત્રીના 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે.
- text
- text