અપહરણ કરી રૂપિયા પડાવી લેવાના ગુનાનો આરોપી 5 વર્ષે મોરબીના ટીંબડીના પાટિયા પાસેથી ઝડપાયો

- text


જામનગર : જામનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે અપહરણ કરી રૂપિયા પડાવી લેવાના ગુનામાં તથા ડબલ મર્ડર, અપહરણ, કાવતરા, છેતરપીંડીના આરોપમાં 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને મોરબીના ટીંબડી પાટિયા પાસેથી પકડી પાડી જામનગર સિટી સી પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, જામનગર પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આતીફ મહમદભાઈ લાલાણી નામ ધારણ કરી છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી લક્ષ્મણ ઉર્ફે લખન મેઘરાજભાઈ બઢા (ઉ.વ.28)ને મોરબી ટીંબડીના પાટિયા પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સામે 2017માં જૂનાગઢ કેશોદમાં નોંધાયેલ ડબલ મર્ડર, અપહરણ, કાવતરા અને છેતરપિંડી વગેરે ગુનો નોંધાયો હતો. જ્યારે વર્ષ 2019માં અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીનું ફોર વ્હીલ કારમાં અપહરણ કરી જામનગરમાં અલગ અલગ સ્થળે લઈ જઈ રૂપિયા 61 લાખ 70 હજાર પડાવવાના ગુનામાં ફરાર હતો. આ આરોપીને પકડી પાડી જામનગર સિટી સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

- text

- text