- text
મોરબી : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે તળાવમાં ખનીજચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી મોરમની ખનીજ ચોરી મામલે એક હિટાચી મશીન કબજે કરી દંડનીય કાર્યવાહી કરવા કાર્યવાહી કરી હતી.
- text
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સુચનાથી અને માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમનાં રોયલટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ટંકારા તાલુકાના ધુનડા ગામનાં તળાવ વિસ્તાર આસપાસ ખનીજ ચોરી અંગે બાતમી મળતા ગઈકાલે તા.20-07-24ના રોજ આકસ્મિત દરોડો પાડવામાં આવતા એક એસ્કેવેટર મશીન (હિટાચી) જેનાં સિરિયલ નંબર N635D00014 ના ચાલાક ગણેશ પારાષનાથ પાશવાન રહે. ઉત્તરપ્રદેશ વાળો હોવાનું ધ્યાને આવતા મોરમ ખનીજના ગેરકાયદેસર ખનન બદલ મશીન સીઝ કરી માપણી કરી ટંકારા પોલીસ સ્ટેશન ટંકારા ખાતે સોંપી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
- text