- text
બાથરૂમની અગાસી ઉપર દારૂ છુપાવનાર આરોપી ફરાર
હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી ડેમ -1ની ઓફિસના બાથરૂમની અગાસી ઉપર વિદેશી દારૂ બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી 43,800નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા બ્રાહ્મણી ડેમ-1ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ગ્રીન લેબલ બ્રાન્ડ દારૂની બોટલ નંગ 72 કિંમત રૂપિયા 25,200, કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 90 ટીન કિંમત રૂપિયા 9000 તથા ગોડફાધર બિયરના 96 ટીન કિંમત રૂપિયા 9600 સહિત કુલ રૂપિયા 43,800 નો મુદામાલ મળી આવ્યો હતો.
- text
વધુમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા, રહે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાએ છુપાવ્યો હોવાનું બહાર આવતા હળવદ પોલીસે આરોપી રાજુને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, કોન્સ્ટેબલ હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાદિયા સહિતના સ્ટાફે કરી હતી.
- text