- text
મોરબી : મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા તા. 20 જુલાઈ થી 28 જુલાઈ સુધી ગુરુ વંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.20/07/2024 ના રોજ મોરબી જિલ્લાની 7 શાળામાં ગુરુ વંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં 7 શાળાઓના 2088 વિદ્યાર્થીઓએ તથા 212 શિક્ષકોએ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની 7 શાળાના ધો. 1 થી 12 ના કુલ 52 વિદ્યાર્થીઓ તથા 48 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ડો. જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણીયા, દિલીપભાઈ પરમાર, દિનેશભાઈ હુંબલ, ડો.ઉત્સવભાઈ દવે, ધૃમિલભાઈ આડેસરા અને હરદેવભાઈ ડાંગર જોડાયા હતા. આગામી તા 28/07/2024 સુધીમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.
- text
- text