ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલીહારી ગુરુદેવ કી જીસ ને ગોવિંદ દિયો મીલાય

- text


આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ : માનવતાના આદિ ગુરુ વેદવ્યાસજીનો જન્મદિવસ

મોરબી : ગુરુ પૂર્ણિમા હિંદુ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો હતો. દરેકના જીવનમાં ગુરુનું સૌથી મોટું મહત્વ રહેલું હોય છે. ગુરૂનું પૂજન કરવા માટે દર વર્ષે અષાઢ શુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈએ ઉજવવામાં આવે છે. આજના દિવસને અષાઢ પૂર્ણિમાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુઓને આદર આપવા માટે સમર્પિત ગુરુ પૂર્ણિમા એ એક ધાર્મિક તહેવાર છે. આજનો દિવસ લોકો તેમના આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે સમર્પિત કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના જીવન એ વ્યક્તિ એક ગુરુ તરીકે તમને સાચી દિશા બાવવામાં મદદ કરે એ તમામ વ્યક્તિઓને આજનો દિવસ સમર્પિત છે.

- text

સામાન્ય રીતે, ગુરૂ બે પ્રકારના હોય છે. એક આધ્યાત્મિક અને બીજા ભૌતિક. આજના સમયમાં ગમે તે વ્યક્તિને ગુરૂ બનાવી શકાય છે. પરંતુ ગુરુ પૂર્ણિમાને આધ્યાત્મિક ગુરુના પૂજનનો દિવસ ગણવામાં આવે છે. અધ્યાત્મિક ગુરૂ એટલે કે શાસ્ત્રોનું જ્ઞાન આપનાર ગુરૂ છે.

જીવનમાં શિક્ષણ આપનાર ગુરૂને ભૌતિક ગુરૂ ગણવામાં આવે છે‌‌. કારણ કે ભૌતિક ગુરૂ જીવનમાં આવતા અલગ અલગ પ્રકારના સંઘર્ષ સામે લડતા શીખવાડે છે. તેઓ આપણને વિદ્યા આપે છે. ભૌતિક ગુરૂ કોઈપણ બની શકે છે. નાનું બાળકથી લઈને મોટા વડીલને ભૌતિક ગુરૂ બનાવી શકાય છે.


માનવતાના આદિ ગુરુ વેદવ્યાસ

વેદવ્યાસને માનવતાના આદિ ગુરુ માનવામાં આવે છે. આ દિવસ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસને સમર્પિત છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો. આથી, તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસને માનવતાના આદિ ગુરુ (પ્રથમ ગુરુ) માનવામાં આવે છે, તેમણે વેદોનું જ્ઞાન સરળ ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો હતો. મહર્ષિ વેદવ્યાસને મહાભારત, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત ગીતા, મીમાંસા, વેદ અને પુરાણોના લેખક માનવામાં આવે છે.


- text