વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પહેલો સ્મારક સિક્કો મોરબીના વકીલના સંગ્રહમાં સામેલ

- text


મોરબીના વકીલ પાસે છે વિશ્વનો એકમાત્ર સિક્કો જેના પર લખાયું છે ‘ગુજરાત’

મોરબી : મોરબીના યુવા વકીલ મિતેશભાઈ દવેને જૂના અને નવા ચલણી સિક્કાઓનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. તેમની પાસે ઘણા દુર્લભ અને જુના સિક્કાઓ છે. ત્યારે તેમની પાસે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો સ્મારક સિક્કો પણ છે.

મોરબીના યુવા વકીલ મિતેશભાઈ દવેના મતે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રીમદ રાજચંદ્રજી મહારાજ અને મહાત્મા ગાંધીના સંદર્ભમાં બહાર આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા સમયાંતરે સાબરમતી દાંડી કૂચ અને ગાંધીજી પર વિભન્ન દેશના તમામ સિક્કાઓ અને નોટો પર ગુજરાતનું પ્રતિનિધિત્વ છે. પરંતુ વિશ્વનો એકમાત્ર સિક્કો કે જેના પર “ગુજરાત” લખાયેલું છે તેવો પહેલો સિક્કો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નો સ્મારક સિક્કો છે. વાઇબ્રન્ટ સમિટ- 2024 ને 20 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વ્યાપાર અને પરસ્પર વૈશ્વિક સાંસ્કૃતિક વાતાવરણ, વ્યાપાર, સંસ્કૃતિ, વારસો વગેરેની આપ-લે કરવા માટે, વિદેશી કંપનીઓ અને વિભિન્ન દેશના વડાઓનો મેળાવડો જ્યાં વાઇબ્રન્ટ ગુજરાતમાં કેવી રીતે મૂડીરોકાણ કરી શકે છે વગેરેની ચર્ચા વિચારણા કરવા માટેનું એક વૈશ્વિક મંચ. જે સમિટનો સિક્કો વીસ રૂપિયાનો છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કર્યો હતો. આ પહેલો સિક્કો ગુજરાતના મોરબીના રહેવાસી વકીલ મિતેશભાઈ દવેના સંગ્રહમાં સામેલ થયો છે.

- text

- text