મોરબીની નવયુગ કોલેજમાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

- text


મોટીવેશનલ સ્પીકર અને કટાર લેખક જય વસાવડાએ વિદ્યાર્થીઓને આપી કરિયર અને જીવનલક્ષી માહિતી

મોરબી : મોરબીની નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો હતો. નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, M.B.A, M.Sc, DMLTના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિધાર્થીઓના પ્રથમ દિવસે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કટાર લેખક જય વસાવડાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણ આપી કરિયર અને જીવનલક્ષી માહિતી આપી હતી.

જય વસાવડાએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, “જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી. એના માટે કમાવું પડશે ને કમાવા માટે કોઈ જ્ઞાન કે આવડત જોઈશે. અને જેમ એક રાતમાં પરફેક્ટ ફિગર નથી થતું પણ રોજ કલાકો જીમ કે યોગ કરવા પડે, એમ મગજને પણ વાચનથી રોજ ધીરજ રાખી કસવું પડે.”

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં મૂળ મોરબી જિલ્લાના વતની અને “હૈયું, હામ અને હિમાલય” પુસ્તક થી ઘરે ઘરે જાણીતા બનેલા અને હાલ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂમિબેન ભૂત હાજર રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને તેમાંથી પોઝિટિવ વિચાર સાથે સફળતાનો માર્ગ કેવી રીતે શોધવો તે અંગે પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.

- text

સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમને પણ વિદ્યાર્થીઓને પોતે કેવી રીતે સફળ થયાં એ તેના લાઈવ ઉદાહરણ સાથે અનુભવો શેર કરી રસપ્રદ માહિતી આપી હતી. આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડીયા, નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડરિયા, નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઈ ગામી તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- text