મોરબીમા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા વેપારીઓ ઉપર ધોસ બોલાવતી પાલિકા

- text


મુખ્ય બજાર તેમજ અન્ય વિસ્તારમાં ચેકિંગ કરી પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકાર્યો

મોરબી : મોરબીમાં પ્રતિબંધિત ઝબલા, ડિસ્પોઝેબલ ગ્લાસ સહિતની ચીજ વસ્તુઓનું ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યાની વ્યાપક ફરિયાદો બાદ શુક્રવારે મોરબી નગરપાલિકાની ટીમોએ મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરી 16 વેપારીઓને ત્યાંથી મોટાપ્રમાણમાં પ્લાસ્ટિકની આઇટમો જપ્ત કરી 15,500 જેટલો દંડ ફટકાર્યો હતો.

શહેરમાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંધ કરાવવા મોરબી નગરપાલિકાના વહીવટદાર એસ.જે.ખાચરે સૂચના આપતા સેનીટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા શહેરના તખ્તસિંહજી રોડ, નહેરુ ગેટ વારી શેરી,જુના બસ સ્ટેન્ડ, નવા ડેલા રોડ, વાઘપરા મેઈન રોડ, વસંત પ્લોટ, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરતા 16 જેટલા વેપારીઓ પાસેથી 230 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝબલા અને 150 પેકેટ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગ્લાસ જપ્ત કરી વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક નહીં વેચવા તાકીદ કરી 15,500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text

- text