Morbi : પેનલ્ટી ભર્યા બાદ ગેસ સિલિન્ડરની ત્રણેય દુકાનોના સીલ ખોલાયા

- text


મોરબી : મોરબી શહેરમાં ત્રણ દિવસ પૂર્વે મંજૂરી કરતાં વધુ જથ્થો રાખીને ગેસ સિલિન્ડરનો વેપાર કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણ દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. જો કે આજે વેપારીઓએ પેનલ્ટી ભરી દેતા ત્રણેય દુકાનોના સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબીની દેવચંદ વશરામ એન્ડ સન્સ, બુરહાની ટ્રેડર્સ અને રાજ ટ્રેડર્સમાં મંજૂરી કરતાં વધુ માત્રામાં ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવતા મોરબી પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દુકાનદારોએ એફિડેવિટ આપ્યું હતું અને મંજૂરી હોય તેટલો જ જથ્થો રાખીને વેપાર કરવા બાહેંધરી આપવામાં આવી હતી. જેથી ત્રણેય દુકાનદારો પાસેથી 5-5 હજાર પેનલ્ટી વસુલીને સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

- text