ઝાયડસ હોસ્પિટલ દ્વારા 25મી જુલાઈએ કેન્સરનો મેગા કેમ્પ : 3 નિષ્ણાંત તબીબો આપશે સેવા

 

કેન્સરની અદ્યતન સારવાર માટે હવે અમદાવાદ ધક્કો ખાવો નહિ પડે : મોંઢા – ગળાના કેન્સરના નિષ્ણાંત ડૉ. સિદ્ધાર્થ શાહ અને ડૉ. દિપેન પટેલ તેમજ કીમોથેરાપી- ઈમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડૉ. મનોહર ટી. ચારી દ્વારા યોજાશે કેમ્પ : રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ.300

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી સહિત સૌરાષ્ટ્રભરના કેન્સરના દર્દીઓને અદ્યતન સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે અમદાવાદની ખ્યાતનામ ઝાયડસ કેન્સર હોસ્પિટલ દ્વારા રાજકોટમાં 25મી જુલાઈને ગુરૂવારે કેન્સરનો મેગા કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં કેન્સરના 3 નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે.

મોંઢા અને ગળાના કેન્સર માટે સિનિયર હેડ એન્ડ નેક તેમજ થાયરોઇડ કેન્સરના અને રોબોટીક સર્જરીના નિષ્ણાંત ડૉ. સિદ્ધાર્થ શાહ અને ડૉ. દિપેન પટેલ સેવા આપવામાં છે. આ બન્ને તબીબો મોંઢા અને જડબાનું કેન્સર, જીભનું કેન્સર, ગળા અને સ્વરપેટીનું કેન્સર, મોંઢાનું પાછું આવેલું કેન્સર, લાળગ્રંથીનું કેન્સર, થાયરોઇડ અને પેરાથાયરોઇડની ગાંઠ, સ્કારલેસ થાયરોઇડ સર્જરીના નિષ્ણાંત છે.

તેમજ તમામ પ્રકારની કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક “ઈમ્યુનોથેરાપી”ના નિષ્ણાંત એવા મેડિકલ ઓન્કોલૉજીસ્ટ અને હિમેટોલૉજીસ્ટ ડૉ. મનોહર ચારી પણ કેમ્પમાં સેવા આપવાના છે. તેઓ ફેફસાનાં કેન્સર, સ્તન કેન્સર, મગજમાં ગાંઠ, આંતરડા તથા મળમાર્ગના કેન્સર, લીવર, કીડની તથા પ્રોસ્ટેટ કેન્સર, લોહીના કેન્સર (લ્યુકેમીયા, લીમ્ફોમા), ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી, હાડકાના કેન્સર, સારકોમાના નિષ્ણાંત છે.

આ ત્રણેય તબીબો કેમ્પમાં ઓપીડી યોજવાના છે. કેમ્પમાં રજિસ્ટ્રેશન ચાર્જ માત્ર રૂ.300 રાખવામાં આવ્યો છે. જેથી તમામ દર્દીઓ કેમ્પનો લાભ લઇ શકે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

કેમ્પ તા. 25 જુલાઈ, ગુરૂવાર
સમય : 10:30 થી 1
સ્થળ : 101, ટાઈમ્સ સ્કવેર-2,
અયોધ્યા ચોક પાસે,
150 ફૂટ રિંગ રોડ, રાજકોટ

રજિસ્ટ્રેશન માટે
મો.નં.6357676358
મો.નં.7359630003

https://f.io/R8AhKSHe

https://f.io/IfGnv64T