મોરબી BAPS મંદિરની વિવાદિત દિવાલ હટાવવા સ્થાનિકોની જિલ્લા કલેક્ટરને રજૂઆત

- text


નીચાણવાળા વિસ્તારમાં જાનમાલની નુકસાની થવાના ભયથી દિવાલ હટાવવા નગરજનોની રજૂઆત

મોરબી : મોરબીમાં મચ્છુ નદીના પટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉંચી દિવાલ બનાવવામાં આવી છે ત્યારે ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના ન બને તે માટે મોરબીના નગરજનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ દિવાલ હટાવવા માંગ કરી છે.

મોરબી મચ્છુ નદીના કાઠે BAPS મંદિરની વિવાદિત દીવાલ મામલે તાજેતરમાં હિન્દુ અને વેપારી સંગઠનો દ્વારા આ દીવાલ ન તોડવાની રજૂઆત કરવામાં આવ્યા અને આજે નદી કાંઠાનાં નીચાણ વાળા વિસ્તારના સ્થાનિકો દ્વારા કલેકટરને આ દીવાલ તાકીદે દૂર કરવા આવેદનપત્ર આપ્યું હતું. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં મચ્છુ નદીના પટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટએ ઘણી ઉંચી દીવાલો બનાવી છે. જે નદીના વહેણને અંતરાયરૂપ હોય અને ઉપરવાસના વરસાદને લઈને નદીમાં પાણી આવતા નિચાણવાળા વિસ્તારો જેવા કે, વજેપર, મકરાણીવાસ, ખાખરેચી દરવાજનો વિસ્તાર, જેલ રોડ, વાઘપરા તથા અન્ય વિસ્તારોમાં પાણી આવતા મોરબી નગરજનોના જાનમાલને જોખમ હોય તેમજ અત્યારે ચોમાસુ ચાલુ હોય ગમે ત્યારે પાણી આવી શકે તેમ હોય ત્યારે કોઈ ગંભીર દુર્ઘટના બને એ પહેલાં આ દિવાલ તોડવા માંગ કરવામાં આવી છે.

- text

- text