મોરબીના ઉદ્યોગપતિની ઉદારતાઃ કર્મચારીના ઘરે દીકરી જન્મશે તો 1 લાખ રૂપિયા આપશે

- text


કંપનીના તમામ કર્મચારીની દીકરીઓનો અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવશે

મોરબી : મોરબી શહેરના વતની અને હાલ અમદાવાદ રહેતા જયભાઈ સવજીભાઈ સીતાપરાએ તેમની દીકરીના જન્મદિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. તેમની કંપનીના જેટલા પણ કર્મચારીઓ છે તેમાંથી જેઓના ઘરે દીકરીનો જન્મ થશે તેમને એક લાખ રૂપિયા આપશે અને દીકરીઓનો તમામ અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવશે.

મોરબી શહેરના વતની અને હાલ અમદાવાદ ખાતે પ્રી સ્ટીલ કંપની ધરાવતા જયભાઈ સીતાપરાની દીકરીનો ગત તારીખ 17 જુલાઈના રોજ બીજો જન્મદિવસ હતો. પોતાની દીકરીના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે જયભાઈ સીતાપરાએ સરાહનીય નિર્ણય લીધો છે. તેમની કંપનીમાં કામ કરતાં આશરે 225 કર્મચારીઓમાંથી કોઈના પણ ઘરે દીકરીનો જન્મ થશે તો કંપની તરફથી તે કર્મચારીને દીકરીના નામે 1 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે અને કર્મચારી જ્યાં સુધી નોકરી કરશે ત્યાં સુધી દીકરીનો અભ્યાસનો તમામ ખર્ચ પણ કંપની ઉઠાવશે. ચાલુ વર્ષે પણ જે કર્મચારીઓની દીકરીઓ અભ્યાસ કરી રહી છે તેમની શાળાની ફી જયભાઈ સીતાપરાએ ઉઠાવી છે. આમ કર્મચારીઓને એક પરિવારની જેમ હૂંફ આપતાં કર્મચારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

- text

- text