બેલા (રં.) પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ

- text


મોરબી : બેલા (રં.) પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રણાલીની વિગતવાર સમજુતી આપવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિશ્વની સૌથી મોટી અને મહાન લોકશાહીનાં મહત્વનાં અંગ એવી ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાવવા આ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં જોડાયેલી તમામ પ્રક્રિયાઓની શિક્ષકો દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

- text

- text