નવા કાયદાની જાણકારી પ્રજાને મળે તે માટે માર્ગદર્શન સેમિનાર યોજવાની માંગ

- text


મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજુઆત

મોરબી : ભારત સરકારે બનાવેલા નવા કાયદા વિશે સામાન્ય જનતા તથા વકીલોને સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજુઆત કરી પોલીસ ખાતા દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેનો અમલ પણ થઈ રહ્યો છે. પરંતુ આ કાયદા વિશે હજુ જાણવા પ્રમાણે વકીલોને પણ સમજાતું નથી તેવી ચર્ચા છે. ત્યારે જે કાયદા પ્રજા માટે અમલમાં આવ્યા છે તેના ફાયદા તથા કાયદા વિરુદ્ધ જાય તો શુ નુકસાન છે ? કેટલી સજા થાય તે જાણકારી પ્રજાને મળી રહે તેમજ નવો કાયદો સફળ થાય તે માટે પોલીસ ખાતા દ્વારા કોલેજથી ગ્રામ્યસભા સુધી માર્ગદર્શન સેમિનાર યોજવા માંગ કરવામાં આવી છે.

- text

- text