મોરબીના કિન્નરોને શારીરિક, માનસિક ત્રાસ અપાતો હોવાનો અન્ય કિન્નરો સામે આરોપ

- text


મોરબી : મોરબીના નાની બજાર ચૌહાણ શેરીમાં રહેતા કેટલાક કિન્નરોને જામનગર, ગોંડલ, રાજકોટ અને પડધરીને કેટલાક કિન્નરો શારીરિક, માનસિક ત્રાસ આપી હેરાન-પરેશાન કરતા હોવા મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે.

મોરબીના કિન્નર સંગીતા દે, રેખા દે, રોશની દે, વૈશાલી દેએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને અરજી આપી છે. જેમાં જણાવાયું છે કે, તેમના જ કિન્નર સમાજના કેટલાક કિન્નરો જનક દે, વિલાસ દે, નુતન દે, ગીતે દે, અલ્પા દે, મીરા દે, નીકિતા દે, હેતલ દે, મેહુલા દે, નાયક સુધા દે, સરોજ દે દ્વારા છેલ્લા ઘણા દિવસથી તેઓને ખોટી રીતે ધાક ધમકી આપવામાં આવી રહી છે. ફરિયાદી કિન્નરો ગોધરા, મોરબી તથા ચોટીલા ગામના હોવા છતાં તેઓને તેમના ગામમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. રાજકોટ કિન્નર સમાજના કિન્નરો માથાભારે હોય તેઓની સામે અગાઉ ગુનાઓ પણ નોંધાયેલા છે. તેઓ દ્વારા ફરિયાદી કિન્નરોને હિંસક હુમલો કરવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. ખોટા કેસમાં ફસાવી દઈશું અને એટ્રોસિટીના કેસ કરવાની પણ ધાકધમકી આપી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કિન્નર સમાજ છોડી દેવા પણ ધમકી આપવામાં આવી રહી છે. જાતિ વિષે અપમાનિત કરવામાં આવતા હોય આ તમામ કિન્નરો સામે એટ્રોસિટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસને અરજી કરવામાં આવી છે.

- text

- text