મોરબી જિલ્લામાં આગામી 5 દિવસ કેવો વરસાદ રહેશે ? જાણો આગાહી

- text


મોરબી : મોરબી જીલ્લામાં કાલે તા.૨૦ થી ૨૪ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૨૦ થી ૨૪ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. તેવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.

આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૩-૩૫ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૧-૮૬ અને ૫૬-૭૧ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૬ થી ૩૪ કીમી/કલાક રહેવાની શક્યતા છે

તા.૧૯.૦૭.૨૦૨૪ : સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ અને દ્વારકા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે થી અત્યંત ભારે વરસાદની અને સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે.

તા.૨૦.૦૭.૨૦૨૪ : સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ અને દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને જામનગર, ભાવનગર, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

- text

તા.૨૧.૦૭.૨૦૨૪ : સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને રાજકોટ, પોરબંદર, દ્વારકા અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

તા.૨૨.૦૭.૨૦૨૪ : સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે થી અત્યંત ભારે વરસાદ અને રાજકોટ, જુનાગઢ અને દીવ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

તા.૨૩.૦૭.૨૦૨૪ : સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં અલગ-અલગ સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદ અને રાજકોટ, અમરેલી, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

- text