મહેન્દ્રનગર કન્યા અને કુમાર શાળામાં સેફટી અંતર્ગત તાલીમ યોજાઈ

- text


તાલીમમાં 108 ઈમરજન્સી સેવા બાબત ડેમો અપાયો

મહેન્દ્રનગર : મહેન્દ્રનગરમાં આજ રોજ કન્યા અને કુમાર શાળામાં 52 જેટલી સરકારી શાળાના આચાર્યો અને 250 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ માટે સેફટી અંતર્ગત તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં 108 ઈમરજન્સી સર્વિસ અંતર્ગત ડેમો આપવામાં આવ્યો હતો.

આ તાલીમમાં 108 વેનમાં કયા- કયા પ્રકારની ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ પ્રાપ્ત થઈ શકે તેનો લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો. આ સાથે જ અલગ અલગ મેડિકલ ડિવાઇસીસ અને દવાઓનો પરિચય અને ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ નિલેશભાઈ તથા અંકિતાબેન દ્વારા શિક્ષકોના 108 રિલેટેડ સેવાઓ વિશે પ્રશ્નોના ખુબ સરસ જવાબ આપવામાં આવ્યા હતા. સેફટી અંતર્ગતની આ તાલીમમાં 108ની ટીમનો શિક્ષણ વિભાગ વતી રિકિતભાઇ, દેવાયતભાઈ, રાજેશભાઈ, નેહલબેન સી.આર.સી ટીમ, શાળાના સ્ટાફ ગણ તથા ચિરાગભાઈ આદ્રોજા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

- text

- text