મોરબીમાં 8 રોડના કામો બે મહિના બાદ શરૂ કરાશે, હાલ ખાડા બુરાશે

- text


રોડના કામો મંજુર થઈ ગયા છે, ચોમાસા અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ હાલ કામ શરૂ નહીં કરાય : ચીફ ઓફિસરની જાહેરાત

 

મોરબી : મોરબીમાં 8 રોડના કામો મંજુર થઈ ગયેલા છે. પણ ટ્રાફિક સમસ્યા અને ચોમાસાને ધ્યાને લઈને આ નવા રોડના કામો બે મહીના પછી શરૂ કરવામાં આવશે. જો કે રોડ ઉપર ખાડાઓ છે તેને બુરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તેવી પાલિકાએ સતાવાર જાહેરાત કરી છે.

ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર સરકારની જુદી- જુદી ગ્રાન્ટ અન્વયે 8 રોડના મંજુર થયેલ છે અને આ કામની એજન્સીને નગરપાલિકા દ્વારા રસ્તા કામના વર્ક ઓર્ડર પણ આપવામાં આવેલ છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ હોય અને શહેર વિસ્તારમાં રવાપર મેઈન રોડ તથા પંચાસર મેઈન રોડ પર સી.સી.રોડનું કામ ચાલુ છે જે ધ્યાને લઈને ટ્રાફીક સમશ્યા ગંભીર ન બંને તે માટે આ કામો ચોમાસાની ઋતુ પૂર્ણ થયે આશરે બે માસ બાદ ચાલુ થશે.

હાલમાં શહેરમાં ચોમાસાના કારણે આવા મંજુર થયેલ રસ્તા ઉપર ટ્રાફીકને અડચણ હોય તેવા જો કોઈ મોટા ખાડાઓ પડેલ હશે તેવા રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા આવા મરામત કરવાનું કામ પણ ચોમાસાની ઋતુ દરમ્યાન ચાલુ રાખવામાં આવશે.

- text

જે રોડ મંજુર થઈ ગયા છે અને ચોમાસા બાદ તેનું કામ શરૂ કરાશે તેમાં એચ.ડી.એફ.સી. ચોક થી રામ ચોક સુધી સી.સી.રોડ, ચિત્રકૂટ ટોકીઝથી જુના મહાજન ચોક તથા ચિત્રકૂટ ટોકીઝ થી સુપર ટોકીઝ સુધી સી.સી.રોડ, દરબાર ગઢથી જુના બસ સ્ટેશન સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, જેલ ચોકથી મચ્છુ માંના મંદિર સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, કલેકટર બંગલા થી સ્ટેશન રોડ સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, કુંજ ચોકડીથી નવલખી બાયપાસ સુધી ડામર રોડ રીસર્ફેસીંગ,જુના બસ સ્ટેશન સર્કલ થી સ્ટેશન રોડ(અયોધ્યા પુરી મેઈન રોડ) સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, શિવાની સીઝન સેન્ટર થી નવયુગ ગારમેન્ટ(તખતસિંહજી મેઈન રોડ) પેવર બ્લોકનો સમાવેશ થાય છે.

- text