મચ્છુ નદીના કાંઠે BAPSની દીવાલ ન તોડવા સિરામિક એસો.ની કલેકટરને રજુઆત

- text


1979નું પૂર, 2001નો ભૂકંપ, કોરોના અને ઝૂલતા પુલની કારમી દુર્ઘટનામાં સ્વામિનારાયણ સંસ્થાનું મોરબી ઉપર વિશેષ ઋણ : દિવાલથી નદીનું વહેણ અવરોધાતુ નથી

મોરબી : મોરબીના મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે દીવાલ બનાવવામાં આવી છે. તેને તોડવાની કામગીરી શરૂ છે. તેવામાં સિરામિક એસોસિએશનોએ આ મામલે કલેકટરને દીવાલ ન પાડવા રજુઆત કરી છે.

વિટ્રિફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ એમ.આર.કુંડારીયા, ફ્લોર ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ વિનોદ ભાડજા, વોલ ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ હરેશ બોપલીયા, સેનેટરીવેર એસોસિએશન પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા રજુઆતમાં જણાવાયુ છે કે BAPS હિન્દુ મંદિરની દિવાલ તોડવા બાબત જે નોટિસ આપવામાં આવેલ છે. તેની સામે સમગ્ર સિરામિક ઉદ્યોગ ખૂબ જ રોષની લાગણી અનુભવે છે. BAPS સંસ્થાના સમગ્ર વિશ્વમાં 1300 થી વધારે મંદિરો આવેલ છે અને તાજેતરમાં જ થોડા સમય પહેલા જ અબુધાબી જેવા દેશમાં પણ પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ સંસ્થા હરહંમેશ વિશ્વમાં સમાજ હિતના કાર્ય કરવા તત્પર હોય છે અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ પ્રકારની કુદરતી કે કુત્રિમ આપત્તિઓ હોય જેવી કે સુનામી, પૂર હોનારત, કોરોના, યુદ્ધ ત્યારે આ સંસ્થા લોકહિતના કાર્ય કરવામાં સર્વોપરી હોય છે અને આ સંસ્થાનું મોરબી પર વિશેષ ઋણ છે કારણ કે 1979 નું પૂર હોય, 2001નો ભૂકંપ હોય કે કોરોના અને મોરબીની ઝૂલતા પુલની કારમી દુર્ઘટના વખતે આ સંસ્થા મારફતે ખુબજ સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી.

- text

હાલ BAPS સંસ્થા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે, મોરબી માટે અતુલ્ય નજરાણા સમાન નિર્માણ પામી રહેલા હિંદુ મંદિર મચ્છુ નદીના કાંઠે આવેલ છે અને સંસ્થા દ્વારા સ્વખર્ચે મચ્છુ નદીના કાંઠે જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવેલ છે. તે દિવાલથી નદીનું કોઈ પણ પ્રકારે વહેણ અવરોધાતું હોવાનું જણાતું નથી.જેથી મોરબી શહેરને કોઈ પણ પ્રકાર નુકસાન થાય એવું લાગતું નથી.પરંતુ જો આ દીવાલ ન હોય તો મંદિરમાં આવતા દર્શનાથીઓ તેમજ ભાવિકો ઉપર જીવનું જોખમ ઊભું થાય એવું જણાય છે. આવો અણ બનાવ ન બને માટે જ સંસ્થા દ્વારા દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પરંતુ હાલ આ દિવાલ તોડવાના નિર્ણયથી સમગ્ર સિરામિક ઉદ્યોગ જગત દુઃખની લાગણી અનુભવે છે, તેથી સમગ્ર ઉદ્યોગ દ્વારા માંગ છે કે મોરબીને મળી રહેલા આ સુંદર નજરાણા સમાન હિન્દુ મંદિરના પરિસરની એક ઇંચ દિવાલ પણ તોડવામાં ન આવે તેમજ નોટિસ તાત્કાલિક ધોરણે રદબાતલ કરવામાં આવે.

- text