મયુરબ્રિજના ફૂટપાથ ઉપર બાઇક સ્ટંટ કરનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ

- text


મોરબી : મોરબીના મયુરબ્રિજના ફૂટપાથ ઉપર બાઇક ચલાવીને સ્ટંટ કરનાર શખ્સને ટ્રાફિક પોલીસે પકડી પાડી તેની સામે ગુનો નોંધાવી કાયદાનું ભાન કરાવ્યું છે.

મોરબીમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમા મયુરબ્રિજના ફુટપાથ ઉપર એક શખ્સ પોતાનું નંબર પ્લેટ વગરનું બાઇક ફુટપાથ ઉપર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે તુરંત હરકતમાં આવી આ બાઈકના નંબર-GJ-36-AD-5108 ના ચાલક કિરીટ બાબુભાઇ અગેચણીયા ઉ.વ.૨૪ રહે. વીસીપરા, અંગેચણીયા વાડી વિસ્તાર, અમરેલી રોડ, મોરબી-02 વાળાને શોધી કાઢ્યા બાદ તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વધુમાં આ શખ્સ સામે અગાઉ પ્રોહીબિશન અને જુગાર સહિતના 6 કેસો નોંધાયેલ હોવાનું પણ ખુલ્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એમ. છાસીયા, પો.સબ.ઇન્સ. ડી.બી.ઠક્કર, પો.હેડ.કોન્સ વિનોદભાઇ ચાવડા, પો.કોન્સ દેવાયતભાઈ ગોહેલ રોકાયેલ હતા.

- text