પશુ ઉછેર કેન્દ્ર- ભુતવડ ખાતેથી ધણખુંટ મેળવી શકાશે

- text


મોરબી : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુતવડ ખાતે આવેલા પશુ ઉછેર કેન્દ્ર ખાતેથી ધણખુંટ મેળવવા માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જે ગ્રામ પંચાયત, ગૌશાળા કે પાંજરાપોળ વગેરેને ધણખુંટ મેળવવા હોય તેઓએ આ અરજી ફોર્મ ભરીને ધણખુંટ મેળવી શકશે.

મહત્વનું છે કે, રાજ્યની દેશી ઓલાગ એવી ગીર ગાયોના સંરક્ષણ માટે ભુતવડ ગામે પશુ ઉછેર કેન્દ્રની સ્થાપના કરાઈ છે. પશુપાલન ખાતા હસ્તકના આ પશુ ઉછેર કેન્દ્રમાં ગીર ગાયોના ધણને વૈજ્ઞાનિક ઢબે ઉછેરી શુદ્ધ ઓલાદ તરીકે જાળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષેત્રિય કક્ષાએ કૃત્રિમ બીજદાનની સવલતો ઉપલબ્ધ ન હોય તેવી ગ્રામ પંચાયતો, ગૌશાળા, પાંજરાપોળ વગેરેને જિલ્લા પશુપાલન અધિકારીની ભલામણથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધણખુંટ સંવર્ધન માટે નજીવી કિંમતે વેચાણથી આપવામાં આવે છે. તેથી જો કોઈને ધણખુંટની જરૂરિયાત હોય તો તેઓને અરજી કરવા જણાવાયું છે.

- text

- text