મોરબીમાં સ્વયમ સૈનિક દળ દ્વારા ડભોઈની ઘટનાને લઈ કલેકટરને આવેદન

- text


ઇદ ઉપર વેશભૂષાના કાર્યક્રમ સામે કાર્યવાહી કરનાર ધારાસભ્ય અને ડીડીઓ સામે પગલા લેવાની માંગ

મોરબી : સ્વયમ સૈનિક દળ દ્વારા ડભોઇ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી પર બંધારણનું ઉલ્લંઘન કરવા બાબતે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી અને કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી તેમનું રાજીનામુ લેવા માંગ કરી છે.

રજુઆતમાં જણાવવામાં આવ્યા મુજબ, વડોદરાના કરનાળીમાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી આંગણવાડીમાં ઇદના તહેવારને લઈને વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના વીડિયો અને ફોટા જોઈ ડભોઇ તાલુકાના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ પ્રસાશન પર દબાવ મુકતા જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડી બહેનો પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે સર્વધર્મ લોકો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય ફક્ત એક જ ધર્મની તરફેણ કરે છે.

વર્ષ દરમ્યાન ઉજવાતા હિન્દૂ તહેવારોના કાર્યક્રમો સામે તેઓ વાંધો ઉઠાવતા નથી. આમ એકજ ધર્મને પ્રોત્સાહન આપી સરકાર દેશના કરોડો લઘુમતીઓ અને દરેક ધર્મ લોકો સાથે અન્યાય કરી રહી છે. ત્યારે આ મુદ્દે તત્કાલ અસરથી ધ્યાનમાં લઈ બંધારણનું ઉલ્લંઘન કરનાર ધારાસભ્ય અને જિલ્લા અધિકારીઓ સામે કાર્યવાહી કરી તેમનું રાજીનામુ લેવા માંગ કરી છે.

- text

- text