મોરબીના બીઆરસી ભવનમાં તેજસ્વી છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો સેમિનાર યોજાયો

- text


મોરબી : ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાંથી જ્ઞાન સાધના તથા એનએમએમએસ પરીક્ષાઓ પાસ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ સર્ચ એક્ઝામ આઇઆઇટી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે બીઆરસી ભવન ખાતે સેમિનાર યોજાયો. જેમાં 64 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 34 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત હતા.

વિશાલભાઈ સાણંદિયા એ પ્રખરતા શોધ કસોટી તેમજ પીએસસી એસએસસી જેવી એક્ઝામ વિશે વિગતવાર સમજાવ્યું હતું. ત્યારબાદ કમલેશભાઈ દલસાણીયા દ્વારા બાળકોને કોયડાઓ તેમજ તર્ક શક્તિ માગી લે તેવા પ્રશ્નો ની રસસભર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માનનીય ડીડીઓ સર દ્વારા IIT, IIM , કેમ્બ્રિજ, ઓકસફોર્ડ, પ્રિન્સટન જેવી વિશ્વની ટોપ ક્લાસ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા તેમજ આઇઆઇએમમાં અભ્યાસ દ્વારા ઝળહળતી કારકિર્દી કઈ રીતે બનાવવી તેની પ્રેરણાસભર વાતો કરી હતી. ઉપરાંત વાલીઓને પણ વ્યસન મુક્તિનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ હિરેનભાઇ રૈયાણીએ NTSE પરીક્ષા બાબતે સમજ આપી હતી.

સી.આર.સી કો.ઓર્ડીનેટર ચેતનભાઈ જાકસણીયાની યાદીમાં જણાવ્યા મુજબ સેમીનારનું કૉઓર્ડિનેશન બી.આર.સી. કૉ.ઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા શાળા નંબર ૧ ના કૉઑર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ કર્યું હતું તથા અંતમાં રામકૃષ્ણ સી.આર.સી. કૉઑર્ડિનેટર ઉમેશભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો.

- text

- text