મોરબીમાં ગેરકાયદેસર રીતે રાંધણગેસના બોટલનો ઉપયોગ બંધ કરાવવા રજૂઆત

- text


હોટલો અને લારીઓમાં ગેસનો ઉપયોગ થતો રોકવા માંગ

મોરબી : મોરબીમાં જાહેર જગ્યાઓ પર હોટલો અને લારીઓ સહિતના સ્થળોએ ગેસના બોટલનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતો હોય જાગૃત નાગરિક દ્વારા આ અંગે મામલતદારને લેખિત રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવા માગ કરી છે.

- text

મોરબી મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીને રાઠોડભાઈ તેમજ ઝાલાભાઈ નામના નાગરિક દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી-2 સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બસ સ્ટેન્ડ આવેલ છે ત્યાં લોકોની સતત અવર-જવર રહેતી હોય છે. બસ સ્ટેન્ડ પાસે જ ચાની લારીવાળા ગેરકાયદે રીતે ગેસના બોટલનો ઉપયોગ કરે છે. જે જાહેર જનતા માટે જોખમી બની શકે છે. એ જ રીતે બીજા અનેક સ્થળોએ પણ રાંધણગેસનો જાહેરમાં દુરુપયોગ થતો હોય આ અંગે તાત્કાલિક પગલાં લઈ આવો ગેરકાયદે ઉપયોગ બંધ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text