માળિયાના મોટી બરારમાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : માળિયા તાલુકાનો સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટેનો સેમિનાર મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે યોજવામાં આવ્યો. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેના માર્ગદર્શન સેમિનારમાં NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં સફળ થયેલ કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મોરબી સિંચાઇ વિભાગમાંથી સેકશન ઓફિસર જયદીપભાઈ પટેલ તથા કાલરીયા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુમલ, મોટીબરાર ગામના સરપંચ સુરેશભાઈ રાઠોડ, બી.આર.સી.કો.ઓર્ડિનેટર એમ.એમ.રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં NTSE પરિક્ષા, IIT એન્ટ્રેસ પરિક્ષા, તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન જેવા વિષયો પર રવિભાઈ ધ્રાન્ગા (દહિસરા કન્યા શાળા), સાકરીયા ખોડુસિંહ (વિરવદરકા પ્રા.શાળા) , કલ્પેશભાઈ કાનેટિયા (નાનાભેલા પ્રા.શાળા), ગામી યોગેશભાઈ, (રાસંગપર પ્રા.શાળા) દ્વારા ppt સાથે સમજ આપવામાં આવી હતી. સેકશન ઓફિસર જયદીપભાઈ પટેલ દ્વારા પ્રેરક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

- text

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ બી.આર.સી. કો.ઓર્ડિ. નિરંજની નરેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી બાબતે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મોડેલ સ્કૂલ મોટી બરારની ટીમ અને માર્ગદર્શક તજજ્ઞ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text